હરિયાણા વિધાનસભા ચૂંટણી: ભાજપે 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી
Live TV
-
બબીતા ફોગાટ દાદરીથી, યોગેશ્વર દત્ત બરોદાથી ચૂંટણી લડશે
હરિયાણા વિધાનસભાની ચૂંટણી માટે ભાજપે પોતાના 78 ઉમેદવારોની પહેલી યાદી જાહેર કરી છે. આ યાદી મુજબ સીએમ મનોહરલાલ ખટ્ટર કરનાલથી લડશે જ્યારે ભાજપમાં પ્રવેશ મેળવનાર પહેલવાન બબીતા ફોગાટને દાદરીથી અને પહેલવાન યોગેશ્વર દત્તને બરોદાથી ટિકિટ આપી છે. પહેલી યાદીમાં કેટલાય મોટા નામોનો સમાવેશ કરાયા છે, જ્યારે આ સાથે સાત વર્તમાન ધારાસભ્યોની ટિકિટ કાપવામાં આવી છે. પહેલી યાદી જાહેર કર્યા બાદ ભાજપના ફક્ત 12 ઉમેદવારોની જાહેરાત બાકી છે
