મહાભારતના યુદ્ધની જેમ કોરોના વાઇરસ સામેની લડાઇ: PM
Live TV
-
દેશભરમાં લોકડાઉન અમલી બન્યા પછી સૌ પ્રથમવાર જાહેર સંવાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધો સંવાદ કર્યો હતો.
દેશભરમાં લોકડાઉન અમલી બન્યા પછી સૌ પ્રથમવાર જાહેર સંવાદ કરતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વારાણસીના લોકો સાથે વીડિયો કોન્ફરન્સિંગથી સીધો સંવાદ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, દેશ મહાભારતના યુદ્ધની જેમ જ કોરોના વાયરસ સામે લડત આપી રહ્યો છે. તેમણે જણાવ્યું હતું કે, લોકો સુધી કોરોના વાયરસ અંગેની સાચી માહિતી પહોંચે તે હેતુસર સરકારે વોટ્સએપ સાથે મળીને હેલ્પ ડેસ્કની રચના કરી છે. તેમણે લોકોને માહિતી મેળવવા વોટ્સએપ નંબર 90131 51515નો ઉપયોગ કરવા જણાવ્યું હતું. પ્રધાનમંત્રીએ કોરોના વાયરસ સામે લડત આપી રહેલા પેરામેડિકલ સ્ટાફ સાથે કોઈપણ પ્રકારની ગેરવર્તણૂંક કરવા સામે ચેતવણી આપી હતી. પ્રધાનમંત્રી મોદીએ લોકડાઉનના સ્થળ દરમિયાન આસપાસના ગરીબ પરિવારો અને પશુઓની સંભાળ રાખવાની પણ અપીલ કરી હતી.
