Skip to main content
Settings Settings for Dark

80 કરોડ લોકોને મળશે 2 રૂપિયા પ્રતિ કિલો ઘઉં અને 3 રૂપિયા પ્રતિ કિલો ચોખા : પ્રકાશ જાવડેકર

Live TV

X
  • નવી દિલ્હી: પ્રધાનમંત્રીએ નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેબિનેટે 80 કરોડ લોકોને સસ્તા દરે અનાજ આપવાનો નિર્ણય કર્યો છે. મંત્રીમંડળની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે જણાવ્યું કે સરકારે 80 કરોડ લોકોને 27 રૂપિયા પ્રતિ કિલોગ્રામ વાળા ઘઉં માત્ર 2 રૂપિયા અને 37 રૂપિયે કિલોગ્રામ વાળા ચોખા 3 રૂપિયે પ્રતિ કિલોગ્રામ આપવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રીય પ્રધાને કહ્યું. કે, 'સરકારે રાજ્ય સરકારોને 3 મહિનાનો અગાઉથી માલ ખરીદવા કહ્યું છે.'

    પ્રકાશ જાવડેકરે કહ્યું કે, સરકાર પીડીએસના દ્વારા દેશના 80 કરોડ લોકોને મદદ કરશે. કોઈ પણ જરૂરી સામાનની અછત નહિ થવા દઈએ. રાજ્ય સરકારો પણ લોકોને મદદ કરી રહી છે. તેમણે કહ્યું કે, જીવ બચાવવા માટે લોકડાઉન જરૂરી છે, ત્રણ મહિનાનું રેશન આપવામાં આવશે. લોકોને તેમની જરૂરી ચીજો મળતી રહેશે, અફવાઓથી બચવાની જરૂરી છે.

    અગાઉ,  જાહેર વિતરણ બાબતનાં મંત્રી (Minister for Consumer Affairs, Food and Public Distribution) રામ વિલાસ પાસવાને બુધવારે કહ્યું હતું કે જાહેર વિતરણ પ્રણાલી હેઠળ 75 કરોડ લાભાર્થી એક સમયે 6 મહિનાનું રાશન લઈ શકે છે. સરકારે આ નિર્ણય કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં રાખીને લીધો છે. સરકાર પાસે 435 લાખ ટન સરપ્લસ અનાજ છે. તેમાં 272.19 લાખ ટન ચોખા, 162.79 લાખ ટન ઘઉં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply