PM મોદીએ વિક્રમ સંવત 2077ના અવસરે લોકોના આરોગ્ય માટે કરી પાર્થના
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્રમ સવંત 2077 ના અવસરે લોકોને શુભકામના આપી છે. પોતાના સંદેશમાં મોદીએ કહયું કે નવું વર્ષ તમામ લોકોના જીવનમાં ખુશાલી લાવશે અને તમામ લોકોનું આરોગ્ય સારુ રહેશે, ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ ઉગાડી, ગુડી પડવો, ચૈત્રી નવરાત્રી, સાજીબુ, ચેઇરાઓબાના અવસરે શુભકામના પાઠવી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિક્રમ સવંત 2077 ના અવસરે લોકોને શુભકામના આપી છે. પોતાના સંદેશમાં મોદીએ કહયું કે નવું વર્ષ તમામ લોકોના જીવનમાં ખુશાલી લાવશે અને તમામ લોકોનું આરોગ્ય સારુ રહેશે, ટ્વીટ સંદેશમાં પ્રધાનમંત્રીએ ઉગાડી, ગુડી પડવો, ચૈત્રી નવરાત્રી, સાજીબુ, ચેઇરાઓબાના અવસરે શુભકામના પાઠવી છે. તેમણે કહયું કે લોકો આ ઉત્સવને એવા સમયે ઉજવી રહયાં છે જ્યારે રાષ્ટ્ર કોવિડ-19 ના સંકટનો સામનો કરી રહયો છે. તેમણે કહયું કે આ સ્થિતિમાં આ પરંપરાગત ઉત્સાહ ભલે જોવા ન મળે પરંતુ પરિસ્થિતિ ઉપર નિયંત્રણ મેળવવાના સંકલ્પને મજબૂતી જરૂર મળશે. તેમણે આશા વ્યકત કરી કે લોકો એકજુથ થઇને કોવિડ-19 ની વિરુધ્ધ સંઘર્ષ ચાલું રાખશે.
