Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં બની ગમખ્વાર ઘટના. ગુડ઼્સ ટ્રેન નીચે કચડાતા 15 શ્રમિકોના મોત નીપજ્યા

Live TV

X
  • મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં માલગાડી નીચે આવી જતાં 15 શ્રમિકોના મોત નિપજ્યાં હોવાની વિગતો સામે આવી છે. આ દુર્ઘટના જાલના અને ઔરંગાબાદના નાંદેડ ડિવિઝન વચ્ચે બની છે. જેમાં લોકડાઉનના કારણે અન્ય સ્થળોએ ફસાયેલા મજદૂરો-શ્રમિકો પગપાળા પોતાના વતન પરત ફરી રહ્યા હતા. ત્યારે રાત્રિના સમયે સૂતા હતા ત્યાર એક માલગાડીની અડફેટે આવતા 15 મજદૂરોના મોત નિપજ્યાં હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે. અન્ય ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે. આ ઘટનાની જાણ થતાં રેલવે પોલીસ ફોર્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. આ દુખદ ઘટના અંગે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને દુખ વ્યક્ત કર્યું. દરમિયાનમાં રેલવે મંત્રી પિયુષ ગોયલે પણ મૃતકો પ્રત્યે દુઃખની લાગણી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, રાહતકાર્ય શરૂ છે. જ્યારે આ ઘટના અંગે તપાસનો આદેશ અપાયા છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
apply