Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્રના ગઢચિરૌલીમાં નક્સલી હુમલો, 15 જવાન શહીદ

Live TV

X
  • મહારાષ્ટ્રના ગઢચિરોલીના કુરખેડા તાલુકાના જંબુલખેડામાં નક્સલીઓ દ્વારા કરવામાં આવેલા બારૂદી સુરંગ વિસ્ફોટમાં 15 સુરક્ષા કર્મચારીઓ શહીદ થયા છે અને એક ડ્રાઈવરનું પણ મોત નીપજયું છે. 

    મહારાષ્ટ્રના ગઢચિરોલીમાં નક્સલવાદીઓએ એક મોટા હુમલાને અંજામ આપ્યો છે. અહિયાં નક્સલીઓએ આઈઈડી બ્લાસ્ટ કરીને પોલીસની ગાડીને ઉડાવી દીધી હતી. આ નક્સલી હુમલામાં 15 જવાન શહિદ થયા છે જ્યારે એક ખાનગી વાહનના ડ્રાઈવરનું પણ મોત નીપજયું છે. મહારાષ્ટ્રના નક્સલ પ્રભાવિત ગઢચિરોલી જિલ્લામાં માઓવાદીઓએ પોલીસની ગાડીને ત્યારે નિશાન બનાવી કે જ્યારે પોલીસની ગાડી તે સ્થળે જઈ રહી હતી કે જ્યાં નક્સલીઓએ ગઇકાલે આશરે 36 વાહનોને આગ લગાવી દીધી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ મંત્રી રાજનાથ સિંહે આ હુમલાની નિંદા કરી હતી. તેમણે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસની સાથે ફોન પર વાત કરીને હુમલાની જાણકારી મેળવી હતી અને ત્યારથી તેઓ સતત મહારાષ્ટ્ર સરકારના સંપર્કમાં છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply