ચક્રવાતી તોફાન ફાની ગંભીર તોફાનમાં પરિવર્તિત, શુક્રવારે ઓડિશામાં ત્રાટકવાની શક્યતા
Live TV
-
ચક્રવાતી વાવાઝોડુ ફાની ત્રાટકવાની સંભાવના વધી હોવાથી , ઓરિસ્સા, આંધ્ર,તમિલનાડુ , અને પશ્ચિમ બંગાળ ઉપરાંત ભારત સરકારનું તંત્ર , સાબદું થઈ ચુક્યું છે.
ગઈકાલે રાષ્ટ્રીય આપદા પ્રબંધન સમિતિની બેઠકમાં સ્થિતિની સમીક્ષા કરવામાં આવી હતી. હવામાન વિભાગે જણાવ્યું છે કે, ચક્રવાત વાવાઝોડું આજે સાંજે ઝંઝાવતી રૂપ લઈને શુક્રવારે બપોર પછી ઓડિશા કિનારા વિસ્તાર પર ત્રાટકશે.
વાવાઝોડું હજી પુરીથી 800 કિલોમીટરના અંતરે હતું. વાવાઝોડું 3 મે સુધીમાં , ઓરિસ્સાના કિનારા વિસ્તાર પર ત્રાટકીને , ભારે નુકસાન પહોચાડે તેવા સંકેત છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે ઓરિસ્સા અને પશ્ચિમ બંગાળના તટીય વિસ્તારોમાં બુધવારથી સામાન્ય અને કેટલાક વિસ્તારમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા છે. સરકારે આ પરિસ્થિતિને પહોંચી વળવા તમામ પ્રકારની વ્યવસ્થા કરી છે. તેમજ ભારતીય તટ રક્ષક દળ અને નૌકા દળ પણ હાઈ-એલર્ટ ઉપર મુકવામાં આવ્યું છે.
ફાનીથી અસરગ્રસ્ત થનાર તામીલનાડુ, આંધ્રપ્રદેશ, ઓડિશા અને પશ્ચિમ બંગાળ માટે કેન્દ્ર સરકાર દ્વારા એક હજાર છ્યાસી કરોડ રૂપિયાનું SDRF ફંડ એડવાન્સમાં રીલીઝ કરવામાં આવ્યું છે. એક ટ્વિટ કરી ભારતીય નૌ-સેનાએ જણાવી ચૂકી છે કે વિશાખાટ્ટનમ અને ચેન્નાઈના અસરગ્રસ્ત ક્ષેત્રમાં, સંપૂર્ણ રાહત સામગ્રી સાથે જહાજો તૈયાર છે. નૌ-સેના વિમાનો પણ ,સાબદા છે. તામિલનાડુમાં આરક્કોનમ નૌ-સેના એર સ્ટેશન પર I.N.S. રાજાલી અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમના I.N.S. દેવાગ તૈનાત છે.
