મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવએ લીધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત
Live TV
-
મહારાષ્ટ્રના રાજ્યપાલ વિદ્યાસાગર રાવ ગઈકાલે નર્મદા જિલ્લાના કેવડીયા કોલોની ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે તેમણે જણાવ્યું હતું કે હું બહુ ખુશ છું કારણ કે હું પણ આ મુવમેન્ટનો ભાગ હતો. તેમણે કહ્યું હતું કે, આ એક અદભુત વર્લ્ડ લેવલનું આર્કિટેક્ચર કામ છે. આ સાથે વિદ્યાસાગરે કહ્યું હતું કે, સરદાર પટેલના આદર્શોને દેશ-વિદેશની તમામ શાળાઓમાં લેવા જોઈએ.
