મહારાષ્ટ્રમાં સરકાર ગઠનની હલચલ બની તીવ્ર
Live TV
-
હરિયાણામાં સરકારના શપથ લીધા બાદ હવે દરેકની નજર મહારાષ્ટ્ર પર છે. શિવસેનાની ચૂંટણીમાં મજબૂત સ્થિતિથી સર્જાયેલી પરિસ્થિતિને કારણે રાજ્યમાં દિવાળી બાદ સોમવારે બેઠકોનો દોર ચાલુ રહ્યો હતો. માતોશ્રીમાં હલચલ મચી ગઈ હતી, ત્યારે રાજભવનમાં બેઠકની પ્રક્રિયા પણ જોવા મળી હતી.
મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ-શિવસેના ગઠબંધન સ્પષ્ટ બહુમતી મળ્યા પછી, દિવાળીની રજાઓ પછી રાજ્યમાં સરકાર બનાવવાની કવાયત ફરી એક વખત તીવ્ર થઈ ગઈ છે. દિવાળીના બીજા દિવસે મહારાષ્ટ્રમાં રાજકીય ગતિવિધીઓ શરૂ થઈ ગઈ છે. પહેલા શિવસેનાના નેતા દિવાકર રાઉતે રાજ્યપાલ ભગતસિંહ કોશ્ય્યરીને મળતા, તે પછી તરત જ સીએમ દેવેન્દ્ર ફડણવીસ પણ રાજ્યપાલની મળવા પહોંચ્યા. જોકે બંનેએ આ બેઠકને દીપાવલી નિમિત્તે ઔપચારિક બેઠક કહી છે.
મહારાષ્ટ્ર વિધાનસભાના પરિણામ પછી, શિવસેના સત્તા વહેંચણીના 50-50 ફોર્મ્યુલા પર અડગ છે. બીજી તરફ, 30 ઓક્ટોબરે ભાજપના ધારાસભ્ય પક્ષની એક બેઠક છે, જેમાં નેતાની પસંદગી કરવામાં આવશે, તેમાં કોઈ શંકા નથી કે દેવેન્દ્ર ફંડવિસ ભાજપ વિધાનસભા પક્ષના નેતા તરીકે ચૂંટાશે. દરમિયાન કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલેએ કહ્યું છે કે ભાજપ અધ્યક્ષ અમિત શાહ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મળશે.
સોમવારે શિવસેનાના અનેક નેતાઓએ શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેને મુંબઈની 'માતોશ્રી'માં મુલાકાત કરી હતી. તેમાં કેન્દ્રીય પ્રધાનો અરવિંદ સાવંત, એકનાથ શિંદે, પ્રતાપ સારનાઈક અને વિશ્વનાથ મહાદેશ્વરનો સમાવેશ થાય છે. આ સાથે જ ભાજપને સરકાર બનાવવાનો વિશ્વાસ છે
