જસ્ટિસ શરદ અરવિંદ બોબડે બનશે દેશના નવા CJI
Live TV
-
જસ્ટિસ શરદ અરવિંદ બોબડેની ભારતના આગામી મુખ્ય ન્યાયાધીશ તરીકે નિમણૂક થઈ; 18 નવેમ્બરના રોજ શપથ લેશે.
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જસ્ટિસ શરદ અરવિંદ બોબડેને દેશના નવા ચીફ જસ્ટિસ ઓફ ઈન્ડિયા (સીજેઆઈ) બનાવવાના પ્રસ્તાવને મંજૂરી આપી દીધી છે. જસ્ટિલ બોબડે 18 નવેમ્બરે સીજેઈઆઈ તરીકે શપથ લેશે. 17 નવેમ્બરે હાલના ચીફ જસ્ટિસ રંજન ગોગોઈ નિવૃત્ત થઈ રહ્યા છે. જસ્ટિસ બોબડે દેશના 48માં ચીફ જસ્ટિસ બનશે.
જસ્ટિસ બોબડેનો જન્મ 24 એપ્રિલ 1956માં મહારાષ્ટ્રના નાગપુરમાં થયો હતો. તેમણે નાગપુર યુનિવર્સિટીથી જ કાયદાની ડિગ્રી લીધી હતી. ત્યારપછી 2000માં બોમ્બે હાઈકોર્ટના એડિશનલ જસ્ટિસ તરીકે નિમણૂક થઈ હતી. ત્યારપછી 2012માં મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ચીફ જસ્ટિસ તરીકેનું પદ સંભાળ્યું હતું.
