FONT SIZE
RESET
29-10-2019 | 6:13 pm
સીએસઆર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ કંપનીઓને અપાયા પુરસ્કાર
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદની અધ્યક્ષતામાં દિલ્હીના વિજ્ઞાનભવનમાં CSR એટલે કે, રાષ્ટ્રીય કોર્પોરેટ સામાજિક દાયિત્વ પુરસ્કાર સમારોહ યોજાઈ ગયો. આ પ્રસંગે સામાજિક જવાબદારી એટલે કે, સી.એસ.આર ક્ષેત્રમાં ઉત્કૃષ્ટ યોગદાન બદલ / ખાસ કંપનીઓને રાષ્ટ્રપતિના હસ્તે પુરસ્કાર એનાયત કરવામાં આવ્યા હતાં. આ પ્રસંગે સંબોધન કરતાં રાષ્ટ્રપતિ કોવિંદે ટાટા, બિરલા અને બજાજ સહિત અનેક દિગ્ગજ કંપનીઓની સમાજલક્ષી કામગીરીની પ્રશંસા કરી હતી. આ ઉપરાંત રાષ્ટ્રપતિએ મહાત્મા ગાંધીના વિચારોનો ઉલ્લેખ કરતાં લોકોને સંબોધન કર્યુ હતું. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમણને પણ સમાજ માટે કંઈ કરી છુટવાની કોર્પોરેટ સેક્ટરની ભાવનાઓની પ્રશંસા કરી હતી
જસ્ટિસ શરદ અરવિંદ બોબડે બનશે દેશના નવા CJI
Previous Story
પ્રસાર ભારતીએ સતર્કતા જાગૃતિ સપ્તાહની કરી ઉજવણી
Next Story