પ્રસાર ભારતીએ સતર્કતા જાગૃતિ સપ્તાહની કરી ઉજવણી
Live TV
-
ડિરેક્ટોરેટ ઓફ એડ્વર્ટાઇઝિંગ અને વિઝ્યુઅલ પબ્લિસિટીના કલાકારોએ 'પ્રામાણિકતા એક જીવનશૈલી છે' વિષય પર કાર્યક્રમ રજૂ કર્યો
પ્રસાર ભારતીએ નવી દિલ્હીના ઇન્ફર્મેશન બિલ્ડિંગમાં વિજિલન્સ અવેરનેસ સપ્તાહની ઉજવણી કરી. આ દરમિયાન સ્ટ્રીટ થિયેટરનું આયોજન કરવામાં આવ્યું હતું. ડિરેક્ટોરેટ ઓફ એડ્વર્ટાઇઝિંગ અને વિઝ્યુઅલ પબ્લિસિટીના કલાકારોની ટીમે સ્ટ્રીટ થિયેટર દ્વારા ઘર, સમાજ અને જાહેર જીવનમાં સતત ભ્રષ્ટાચાર કેવી રીતે ફેલાય છે તેનું ચિત્ર રજૂ કર્યું હતું.પ્રસાર ભારતીના મુખ્ય તકેદારી અધિકારીની કચેરીએ કર્મચારીઓને જાહેર જીવનમાં શુદ્ધતા અને પ્રામાણિકતા પ્રત્યે જાગૃત કરવા અને ભ્રષ્ટાચાર સામે અભિયાન ચલાવવા માટે એક કાર્યક્રમ યોજ્યો હતો. 28 ઓક્ટોબરથી 2 નવેમ્બર સુધી વિજિલન્સ અવેરનેસ વીક મનાવવામાં આવી રહ્યો છે. જેની થીમ પ્રામાણિકતા - એક જીવનશૈલી રાખવામા આવી છે. આ દરમિયાન, પ્રસાર ભારતી પણ તેના સ્તરે અનેક કાર્યક્રમોનું આયોજન કરી રહ્યુ છે.
