શ્રીનગરમાં શાંતિ છે: યુરોપિયન યુનિયનના સાંસદ
Live TV
-
શ્રીનગરની મુલાકાત પછી યુરોપિયન યુનિયનના સાંસદોએ તેમના વિચાર રજૂ કરતા કહ્યું કે કાશ્મીરના લોકો શાંતિ અને વિકાસ ઇચ્છે છે. યુરોપિયન યુનિયનના સાંસદો આજે જમ્મુની મુલાકાત લેશે
યુરોપીય સંઘના સાંસદોએ ગઈકાલે શ્રી નગરમાં પત્રકાર પરિષદ યોજી હતી. પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું કે જમ્મુ કાશ્મીરની જનતા રાજ્યમાં શાંતિ અને વિકાસ ઇચ્છે છે.. યુરોપીય સંસદના અન્ય એક સભ્ય ન્યુટન દલે ભારતને શાંતિ પૂર્ણ દેશ ગણાવતા કહ્યું કે ભારત સાથે યુરોપીય દેશના સારા સબંધો છે. તેમણે કહ્યું કે લોકો સાથે વાતચીત કરીને તેમણે જાણ્યું કે ભારત સરકાર દ્વારા મોકલાતા નાણાનો કાશ્મીરના વિકાસના બદલે અયોગ્ય કામ માટે ઉપયોગ થતો હતો..
મહત્વનું છે કે કલમ 37૦ ના હટાવ્યા પછી યુરોપિયન યુનિયનના 23 સાંસદોના પ્રતિનિધિમંડળે જમ્મુ-કાશ્મીરની મુલાકાતે છે. મંગળવારે આ સાંસદોએ શ્રીનગરની મુલાકાત લીધી હતી અને તેમની આંખોદેખી સ્થિતિ મીડિયા સમક્ષ રજૂ કરી હતી. તેમણે કહ્યું કે ભારતની રાજનીતિ સાથે તેમનો કોઈ લેવાદેવા નથી. તેમને માત્ર આતંકવાદના ડંખનો સામનો કરી રહેલા કાશ્મીરનું સત્ય જાણવા મળ્યું છે. યુરોપિયન સાંસદોએ ભારત સાથે આતંકવાદ પર વાત કરીને કહ્યું કે તે વૈશ્વિક સમસ્યા છે. હેનરી માલોઝે આશા વ્યક્ત કરી હતી કે આખા ક્ષેત્રમાં શાંતિ બની રહેશે. યુરોપિયન સંસદના અન્ય સભ્ય બિલ ન્યુટન ડનએ ભારતને શાંતિપૂર્ણ દેશ ગણાવ્યું હતું અને કહ્યું હતું કે યુરોપિયન દેશો ભારત સાથે વધુ સારા સંબંધો ધરાવે છે.
વેલ્સના સાંસદ નાથન ગિલે કાશ્મીરને વિશ્વનું સ્વર્ગ ગણાવ્યું અને કહ્યું કે તે પર્યટન માટે એક મોટું ક્ષેત્ર છે અને ભારત સરકારના નિર્ણયથી કાશ્મીર અને દેશની અર્થવ્યવસ્થા પર સારી અસર પડશે. તે જ સમયે વેલ્સના જ બીજા એક સાંસદ જેમ્સ હિપ્પે જમ્મુ-કાશ્મીર અંગેના ભારતના નિર્ણયને સમર્થન આપતાં કહ્યું કે ભારત જ નહીં આંતરરાષ્ટ્રીય વિશ્વ પણ કાશ્મીરની શાંતિમાં રસ ધરાવે છે.
