સાઉદી અરેબિયાની સફળ મુલાકાત બાદ પરત ફર્યા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની સફળ મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા. સાઉદી અરેબિયાના રાજા અને ક્રાઉન પ્રિન્સ સાથે દ્વિપક્ષીય વાટાઘાટો, નવીનીકરણીય ઉર્જા અને સુરક્ષા સહયોગ સહિત 12 મહત્વપૂર્ણ કરાર પર હસ્તાક્ષર કર્યા.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાઉદી અરેબિયાની મુલાકાત પછી સ્વદેશ પરત ફર્યા છે. પીએમ મોદીની આ મુલાકાત ઘણી સફળ રહી હતી. આ મુલાકાત દરમિયાન પીએમ મોદીએ દાવેસ ઇન ડિઝર્ટ નામની ગ્લોબલ એફઆઈઆઈ સંમેલનમાં સંબોધન કર્યું હતું અને સાઉદી અરેબિયાના ટોચના નેતૃત્વ સાથે અનેક મહત્વપૂર્ણ બાબતો પર દ્વિપક્ષીય વાટાઘાટો કરી હતી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને બીજા ઘણા દેશોના નેતાઓએ 'ફ્યુચર ઈન્વેસ્ટમેન્ટ ઈનિશિએટિવ ફોરમ'માં હાજરી આપી હતી. આ ત્રણ દિવસીય સંમેલનને પ્રધાનમંત્રીએ સંબોધન કર્યું હતું. તેમણે વિશ્વમાં 5 ટ્રિલિયન ડોલરના લક્ષ્યાંક સાથે ભારતીય અર્થવ્યવસ્થાની દ્રષ્ટિ વિશ્વની આગળ મૂકી.
