ફડણવીસ BJP ધારાસભ્ય પક્ષના નેતા બન્યા
Live TV
-
મુંબઈમાં વિધાનસભા ભવનમાં એક બેઠકમાં ભાજપના ચંદ્રકાંત પાટિલે ફડણવિસના નામનો પ્રસ્તાવ મુક્યો હતો
મહારાષ્ટ્રના કાર્યકારી મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવિસને સર્વસંમતિથી ભાજપ ધારાસભ્ય દળના નેતા ચૂંટી કાઢવામાં આવ્યા છે. મુંબઈમાં વિધાનસભા ભવનમાં એક બેઠકમાં ભાજપના ચંદ્રકાંત પાટિલે ફડણવિસના નામનો પ્રસ્તાવ મુક્યો હતો, જેના પર 10થી વધુ ધારાસભ્યોએ તેમનુ સમર્થન આપ્યુ હતુ. બેઠકમાં ભાજપના ચૂંટાયેલા તમામ 105 ધારાસભ્યો હાજર રહ્યા હતા. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમર અને પાર્ટીના ઉપાધ્યક્ષ અવિનાશ રાય ,બેઠકમાં કેન્દ્રીય પર્યવેક્ષક તરીકે ,ઉપસ્થિત રહ્યા હતા. બેઠક બાદ ,કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે જણાવ્યુ હતુ, કે બેઠકમાં કોઈ બીજા નામ પર પ્રસ્તાવ ,સામે આવ્યો નથી. ધારાસભ્ય દળના નેતા ચૂંટાયા બાદ ,દેવેન્દ્ર ફડનવિસે ,પીએમ મોદી, ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ ,તેમજ પાર્ટીના વરિષ્ઠ સભ્યોનો ,આભાર માન્યો હતો. તો દેવેન્દ્ર ફડણવિસે ,છેલ્લા પાંચ વર્ષ દરમિયાન ,સહયોગ આપવા બદલ ,શિવસેના અધ્યક્ષ ,ઉદ્ધવ ઠાકરે ,અને અન્ય સહયોગીઓનો પણ ,આભાર વ્યક્ત કર્યો હતો અને વિશ્વાસ વ્યક્ત કર્યો હતો ,કે આગામી સરકાર પણ ,ગઠબંધનની જ બનશે.
