તામિલનાડુના ઉત્તર-પૂર્વમા ચોમાસું ફરી સક્રીય
Live TV
-
તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી
તામિલનાડુના ઉત્તર-પૂર્વમા મોન્સુન ફરી સક્રીય થઈ ગયું છે. હવામાન વિભાગે દક્ષિણ ભારતના તામિલનાડુ, કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની આગાહી કરી છે. તામિલનાડુ રાજ્યના 6 જિલ્લા ભારે વરસાદનો સામનો કરી રહ્યાં છે. જેના પગલે તમામ શાળા-કોલેજોને બંધ કરી દેવામાં આવી છે. તંત્રએ માછીમારોને સતર્ક રહેવાની સાથે દરિયો ન ખેડવાની સલાહ આપી છે. અરબ સાગરમાં સર્જાયેલું દબાણ 'મહા' ચક્રવાતમાં પરિવર્તિત થઈ ચુક્યું છે. માછીમારોને કન્યાકુમારી, લક્ષદ્વીપ અને દક્ષિણ કેરળનો દરિયો ન ખેડવાની સલાહ આપવામાં આવી છે. લક્ષદ્વીપ વહિવટીતંત્ર દ્વારા તોફાનના પગલે જરૂરી તમામ વ્યવસ્થા કરવામાં આવી છે..
