Skip to main content
Settings Settings for Dark

મહારાષ્ટ્ર સરકાર મુદ્દે સસંદના બંને ગૃહોમાં હોબાળો

Live TV

X
  • લોકસભા અને રાજ્યસભામાં આજે બે વાગ્યા પછી શરૂ કરાશે કાર્યવાહી.

    સંસદના શિયાળુસત્રના બીજા સપ્તાહના પ્રથમ દિવસે લોકસભા અને રાજયસભામાં મહારાષ્ટ્રના રાજકારણનો મુદ્દો અગ્રેસર રહ્યો હતો. બંને સદનમાં કાર્યવાહી શરૂ થતાં જ વિપક્ષી દળોએ મહારાષ્ટ્રના મુદ્દાને લઈને હોબાળો કર્યો હતો. ભારે હોબાળાના કારણે બંને સદનની કાર્યવાહી આજે બે વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી હતી. કોંગ્રેસના કેટલાક સાંસદો હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરતાં / સદનની વચ્ચે આવી પહોંચ્યાં હતા. અધ્યક્ષ, ઓમ બિરલાએ આ અંગે આપત્તિ વ્યક્ત કરતાં આ સદસ્યોને સંસદથી બહાર જવા કહ્યું હતું. તે છતાં તેમણે વિરોધ યથાવત રાખ્યો હતો. જેને લઈને સંસદની કાર્યવાહી સ્થગીત કરાઈ હતી. આ પહેલાં લોકસભામાં 4 વિધેયક રજૂ કરવામાં આવ્યા હતા. જેમાં કરાધાન વિધિ સંશોધક વિધેયક, આંતરરાષ્ટ્રીય નાણાકીય સેવા કેન્દ્ર પ્રાધિકરણ વિધેયક, પોત પુનર્ચક્રણ વિધેયક અને એસપીજી સંશોધક વિધેયક સામેલ છે. તો બીજી તરફ રાજ્યસભામાં કોંગ્રેસ, વામદળ અને અન્ય સદસ્યોએ મહારાષ્ટ્રના મુદ્દા પર સ્થગન પ્રસ્તાવ રજૂ કર્યો હતો જેને સભાપતિ એમ. વૈકેયા નાયડુએ નામંજૂર કરી દીધો હતો. પરંતુ ત્યાર બાદ વિપક્ષી દળો દ્વારા હોબાળો થતાં રાજ્યસભાની કાર્યવાહી પણ આજે બે વાગ્યા સુધી સુધી સ્થગિત કરવામાં આવી હતી. 
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply