જમ્મુ-કાશ્મીરના બારામુલામાંથી 2 આતંકીઓની સેનાએ કરી ધરપકડ
Live TV
-
બંને આતંકવાદીઓ મોટા ષડયંત્રની ફિરાકમાં હતા
જમ્મુ-કાશ્મીરના બારામુલામાં સુરક્ષાદળોએ બે આતંકવાદીઓની ધરપકડ કરી છે. આ બંને આતંકવાદી બારામુલામાં ચાલી રહેલ પોલીસ-એસ.પી.ઓ.ની ભરતીને નિશાન બનાવવાની ફિરાકમાં હતા. આ ભરતી અભિયાન / રેલવે પોલીસ દ્વારા રેલવે સ્ટેશનની પાસે જ આયોજીત કરવામાં આવી રહ્યું છે. જ્યા જિલ્લાના જુદા જુદા વિસ્તારમાંથી પોલીસ એસ.પી.ઓ. બનવાના ઈચ્છુક યુવક-યુવતીઓ પહોંચ્યાં છે. આતંકવાદીઓ અહીં હુમલો કરવાનું ષડયંત્ર રચી રહ્યાં હતા. જોકે આતંકવાદીઓ કોઈ હુમલો કરે તે પહેલાં જ સુરક્ષાદળોએ તેમની ધરપકડ કરી લીધી હતી.
