માર્ચ 2021 માં GST આવક સંગ્રહમાં નવો વિક્રમ સ્થાપિત
Live TV
-
માર્ચ મહિનાની GSTની આવક વિક્રમજનક અને અત્યાર સુધીની સૌથી વધુ એક લાખ 23 હજાર 902 કરોડ રૂપિયા થઈ
ગયા વર્ષે માર્ચ મહીનાની GST આવક કરતાં આ વખતે 27 ટકા વધુ આવક નોંધાઈ છે. નાણાં મંત્રાલયે જણાવ્યું છે કે દેશમાં GST નાં અમલ પછી આ વર્ષે માર્ચ મહિનામાં સૌથી વધુ આવક મળી છે. તેમાં માલની આયાતમાં ગત વર્ષની સરખામણીએ 70 ટકા વધુ આવક મળી છે. જ્યારે ઘરેલું વ્યવહારોમાંથી GST ની આવકમાં 17 ટકાનો વધારો થયો છે. મહત્વનું છે કે છેલ્લાં છ મહિનામાં GSTની આવક 12 મહિને એક લાખ કરોડ રૂપિયાથી થઈ રહી છે. જે કોવિડ પછીની આર્થિક સ્થિતીમાં થયેલો સુધારો દર્શાવે છે.
