માર્ચ મહિનામાં ભારતના ઉત્પાદનોની નિકાસમાં વધારો થયો, કુલ રુ. 34 અરબ ડોલરની નિકાસ કરાઈ
Live TV
-
માર્ચ મહિનામાં દેશમાં નિકાસના કારોબારમાં 58.23 ટકાના ઉછાળા સાથે 34 અરબ ડોલર રહ્યું છે. એન્જીન્યરીંગ,ડાયમંડ, ધરેણા અને દવા જેવા ક્ષેત્રોમાં માર્ચ મહિના દરમિયાન સારો વૃધ્ધી દર નોંધાયો છે. જેનાથી નિકાસમાં વધારો થયો છે. માર્ચ-2020 માં તે 21. 49 અરબ ડોલર હતો.
માર્ચ મહિનામાં દેશમાં નિકાસના કારોબારમાં 58.23 ટકાના ઉછાળા સાથે 34 અરબ ડોલરની કુલ નિકાસ થઈ છે. એન્જીન્યરીંગ,ડાયમંડ, ધરેણા અને દવા જેવા ક્ષેત્રોમાં માર્ચ મહિના દરમિયાન સારો વૃધ્ધી દર નોંધાયો છે. જેનાથી નિકાસમાં વધારો થયો છે. માર્ચ-2020 માં તે 21. 49 અરબ ડોલર હતો.
આયાત પણ 52.89 ટકા વધીને 48.12 ડોલર પર રહ્યો છે. એક વર્ષ પહેલા માર્ચ-2020માં તે 31. 47 અરબ ડોલર હતું. જીએસટીની વાત કરીએ તો માર્ચ 2021માં જીએસટીની 1 લાખ 23 હજાર 902 કરોડની વસુલી થઇ છે. નાણા મંત્રાલયે જણાવ્યું છે કે તે ગતવર્ષના આ સમયગાળામાં પ્રાપ્ત જીએસટીની તુલનામાં 27 ટકા વધુ છે. કેન્દ્ર સરકારે કહ્યું છે કે ગત 6 મહિનામાં જીએસટીની આવક એક લાખ કરોડ રૂપિયાથી વધુ નોંધાઇ છે. આ સ્થિતિમાં સ્પષ્ટ સંકેત મળે છે કે કોવિડ મહામારીની સ્થિતીમાં આર્થિક સ્થિતિમાં સુધારો થઇ રહ્યો છે.
