માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુ ટ્યુબ પરની 20 ચેનલો પર પ્રતિબંધ મુકવાના આદેશ આપ્યા
Live TV
-
માહિતી અને પ્રસારણ મંત્રાલયે યુ ટ્યુબ પરની 20 ચેનલો અને ઈન્ટરનેટ પર ભારત વિરોધી પ્રચાર અને ખોટા સમાચારો ફેલાવતી બે વેબસાઈટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે. મંત્રાલયે ટેલિકોમ વિભાગને વિનંતી કરી છે કે તેઓ ઇન્ટરનેટ સેવા પ્રદાતાઓને આ અંગે નિર્દેશ આપે. ચેનલો અને વેબસાઈટ પાકિસ્તાનથી ઓપરેટ થતા અને ભારત સંબંધિત વિવિધ સંવેદનશીલ વિષયો અંગેના નકલી સમાચાર ફેલાવતા સંકલિત નેટવર્કની છે. આ ચેનલોનો ઉપયોગ કાશ્મીર, ભારતીય સેના, ભારતમાં લઘુમતી સમુદાયો,રામ મંદિર,જનરલ બિપિન રાવત જેવા વિષયો પર દેશ વિરોધી સામગ્રી માટે કરવામાં આવતો હતો.
માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે જણાવ્યું કે,નકલી સમાચાર અને પ્રચાર દ્વારા ભારતમાં અશાંતિ ફેલાવવાના હેતુથી સરહદ પારની ગતિવિધિઓ સામે કાર્યવાહી કરી છે. યુ ટ્યુબ ચેનલો અને વેબ પોર્ટલ સ્થાનિક કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યા છે અને તેમની સામે કડક કાર્યવાહી કરવામાં આવી છે.
