સાઈબર અપરાધોને રોકવા માટે મોદી સરકારે મજબૂત માળખું બનાવ્યું છે: કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે સાઈબર ક્રાઈમ માટે જોખમ,પડકાર અને પ્રતિભાવ વિષય પર ગૃહ મંત્રાલયની પરામર્શ સમિતિની અધ્યક્ષતા કરી હતી. ગૃહમંત્રીએ કહ્યું કે,પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ ગૃહ મંત્રાલયે સાઈબર ક્રાઈમથી બચવા માટે અનેક મહત્વપૂર્ણ પગલા લીધા છે. છેલ્લા 7 વર્ષોમાં દેશમાં સાઈબર ક્રાઈમથી બચવા પોલીસ દ્વારા સહરાનીય કામગીરી કરવામાં આવી છે. "ક્રાઈમ એન્ડ ક્રિમિનલ ટ્રાફિક નેટવર્કિંગ ઈન્સીસ્ટિંગ હવે દેશના ૧૬ હાજર 3૪૭ પોલીસ સ્ટેશનમાં લાગુ કરી દેવામાં આવ્યું છે. ૯૯ ટકા પોલીસ સ્ટેશનમાં એફ આઈ આર હવે CCTNS દ્વારા સીધી રીતે કરવામાં આવી રહી છે.
