ગાંધીનગરઃ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે પરિસંવાદનું આયોજન કરવામાં આવ્યું
Live TV
-
ગાંધીનગર ખાતે આવેલી નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી ખાતે સમાજમાં વધી રહેલા અપરાધો મુદ્દે પરિસંવાદનું આયોજન થયું હતું. પરિસંવાદમાં ખાસ ધ્યાન દોરવામાં આવ્યું હતું કે સમાજમાં વધતી ગુનાઇત પ્રવૃત્તિઓ અને અપરાધીઓની માનસિકતાનું આધુનિક ટેકનોલોજીથી અધ્યયન થવું જરૂરી છે. પરિસંવાદમાં ન્યાયિક પ્રણાલીઓમાં સુધારા માટે પણ આગ્રહ સેવવામાં આવ્યો હતો. આ પ્રસંગે યુનિવર્સિટીના કુલપતિ ડો.જે. એમ.વ્યાસ, નેશનલ કમિશન ફોર પ્રોટેક્શન ઓફ ચાઈલ્ડ રાઈટ- નવી દિલ્હીના અધ્યક્ષ પ્રિયાનક કાનૂનગો,જસ્ટિસ કલ્પેશ એસ.ઝવેરી,ગુજરાત ચાઈલ્ડ રાઈટ કમિશનના અધ્યક્ષ જાગૃતિ બેન પંડ્યા સહિતના મહાનુભાવોએ આ પરિસંવાદમાં ભાગ લીધો હતો.
