કોરોનાના 6 હજાર 317 કોરોનાના કેસ નોંધાયા,અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખ દર્દીઓ સાજા થયા
Live TV
-
દેશમાં કોરોનાની સ્થિતિ પર નજર કરીએ તો, છેલ્લા 24 કલાકમાં દેશમાં 6 હજાર 317 કોરોનાના કેસ નોંધાયા છે. તો અત્યાર સુધીમાં 3 કરોડ 42 લાખ દર્દીઓ સાજા થયા છે. જ્યારે એક્ટિવ કેસો ઘટીને 78 હજાર 190 થયા છે, જે છેલ્લા 575 દિવસમાં સૌથી ઓછા છે. આ સાથે દેશમાં છેલ્લા 24 કલાકમાં 318 દર્દીના મૃત્યુ થયા છે અને 57 લાખ કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે, તો અત્યારસુધી 138 કરોડ 95 લાખથી વધુ વેક્સિનના ડોઝ અપાયા છે. દેશમાં ઓમિક્રોન કેસનો આંકડો 213 પર પહોચ્યો છે. જોકે રાહતની વાત એ છે કે, 213 કેસમાંથી 90 દર્દી સાજા થઇ ચુક્યા છે.
