આજે સેન્સેક્સ 56,599.47 ઉપર ખુલ્યો હતો,જયારે નિફટીએ 16,865.55 ઉપર કારોબારની શરૂઆત કરી
Live TV
-
કારોબારી સપ્તાહમાં આજે સતત બીજા દિવસે શેરબજાર સારી સ્થિતિ તરફ આગળ વધી રહ્યું છે. મજબૂત વૈશ્વિક સંકેત સાથે બંને મુખ્ય ઇન્ડેક્સ લીલા નિશાન ઉપર નજરે પડી રહ્યા છે. આજે સેન્સેક્સ 56,599.47 ઉપર ખુલ્યો હતો જયારે નિફટીએ 16,865.55 ઉપર કારોબારની શરૂઆત કરી છે. કારોબારની ગણતરીની પળોમાં સેન્સેક્સ 450 અંક ઉછળ્યો હતો જયારે નિફટી 16900 ને પાર નજરે પડ્યો હતો. ઉલ્લેખનીય છે કે, ઓમીક્રોન વેરિયન્ટના ભયના પગલે માર્કેટ સતત નબળું રહ્યું હતું.પરંતુ હાલ લોક ડાઉનના કોઈ સંકેત ન મળતા માર્કેટમાં તેજી આવી રહી છે.શેર્સની વાત કરીએ તો ટાટા મોટર્સ, રિલાયન્સ,બજાજ ફાયનાન્સ અને SBIના શેર્સમાં વધારો નોંધાયો છે.
