રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કોચીમાં દક્ષિણી નૌસેના કમાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં લીધો ભાગ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનો કેરળ પ્રવાસનો આજે બીજો દિવસ છે. તેમની કેરળ મુલાકાતના બીજા દિવસે કોચીમાં દક્ષિણી નૌસેના કમાન દ્વારા આયોજિત કાર્યક્રમમાં ભાગ લીધો હતો. કોચીમાં નૌસેના દ્વારા રાષ્ટ્રપતિને "ગાર્ડ ઓફ ઓનર" આપવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિએ દક્ષિણ નૌસેના દ્વારા કરાયેલ દિલધડક પ્રદર્શનને નિહાળ્યું હતું.કાર્યક્રમમાં કેરળના રાજ્યપાલ આરીફ મોહમ્મદ ખાન પણ હાજર રહ્યા હતા. ત્યારબાદ રાષ્ટ્રપતિ સ્વદેશી વિમાનવાહક જહાંજ INS વિક્રાંતની પણ મુલાકાત લેશે.રાષ્ટ્રપતિ આવતીકાલે પી.એન.પણીકકર મૂર્તિનું અનાવરણ કરશે.
