માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલોને સૂચન
Live TV
-
નૃત્ય આધારિત રિયાલિટી શોમાં બાળકોને ઉચિત રીતે રજૂ કરવા સૂચન
માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા તમામ ખાનગી સેટેલાઈટ ટીવી ચેનલોને નૃત્ય આધારિત રિયાલિટી શોમાં બાળકોને ઉચિત રીતે રજૂ કરવા સૂચન કરવામાં આવ્યું છે. મંત્રાલય દ્વારા ચેનલોને રિયાલિટી શો અને કાર્યક્રમો પ્રસ્તુત કરતી વખતે તેમાં બાળકોની સહભાગિતા બાબતે સંયમ સાથે સંવેદનશીલતા અને સાવધાની રાખવાની પણ સલાહ અપાઈ છે.આ નિયમો મુજબ બાળકને બદનામ કરે અને બાળકો માટેના કાર્યક્રમમાં અભદ્ર ભાષા કે હિંસાના દ્રશ્યો દર્શાવતા કોઈપણ કાર્યક્રમનું પ્રસારણ ટીવી પર નહી થાય.માહિતી અને પ્રસારણ મંત્રાલયના આ પગલાંથી સરળતાથી દોરવાઈ જતાં નાની વયના બાળકોનાં મન પર તણાવ ઘટશે.
