Skip to main content
Settings Settings for Dark

મિઝોરમ વિધાનસભા માટે 3 ડિસેમ્બરની જગ્યાએ 4 ડિસેમ્બરે થશે મતગણતરી

Live TV

X
  • મિઝોરમ વિધાનસભા માટે 3 ડિસેમ્બરની જગ્યાએ 4 ડિસેમ્બરે થશે મતગણતરી

    દેશમાં આયોજિત પાંચ રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં આવતીકાલે એટલે કે 3 ડિસેમ્બરે મતગણતરી થશે. પરતું આ વચ્ચે મિઝોરમમાં મતગણતરીની તારીખ બદલવામાં આવી છે. માત્ર મિઝોરમ વિધાનસભા ચૂંટણીમાં મત ગણતરી ત્રણ ડિસેમ્બરની જગ્યાએ ચાર ડિસેમ્બરે થશે. ચૂંટણી પંચે આ અંગે કહ્યું,  મિઝોરમ માટે રવિવારનો દિવસ ખૂબ મહત્વપૂર્ણ છે. તે માટે જ આ તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે. રવિવારના દિવસે ઈસાઈ સમુદાઈના લોકો ખાસ કરીને મોટી સંખ્યામાં ચર્ચ જતા હોય છે અને રાજ્યમાં 87 ટકા ઈસાઈ સમુદાઈની વસ્તી છે. એટલા માટે લોકોની માગ હતી કે મતગણતરીની તારીખમાં ફેરફાર કરવામાં આવે. ઉલ્લેખનીય છે કે મિઝોરમની 40  વિધાનસભા બેઠક માટે 7 નવેમ્બરે મતદાન થયુ હતુ. આ પહેલા મિઝોરમની મતગણતરી રાજસ્થાન, મધ્યપ્રદેશ, છત્તીસગઢ અને તેલગાણાંની મતગણતરી સાથે થવાની હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-05-2026 Max Temp : °C Min Temp : °C
apply