2000 ની કુલ રૂ.9760 કરોડની નોટો હજી લોકો પાસેઃ RBI
Live TV
-
2000 ની કુલ રૂ.9760 કરોડની નોટો હજી લોકો પાસેઃ RBI
રિઝર્વ બેન્ક ઈન્ડિયાએ ઓફ (આરબીઆઈ) શુક્રવારે જણાવ્યું હતું કે રૂપિયા 2000 ની 97.26 ટકા બેન્ક નોટો પાછી બેન્કિંગ સિસ્ટમમાં આવી ગઈ છે. ફક્ત રૂપિયા 9760 કરોડથી વધુના મૂલ્યની રૂ.2000 ની નોટો હજી પણ ચલણમાં ફરી રહી છે. ઉલ્લેખનીય છે કે 19 મે એ આરબીઆઈએ રૂપિયા 2000 ની નોટો બહાર સર્ક્યુલેશનમાંથી કાઢવાની જાહેરાત કરી હતી. 19 મે 2023એ કુલ રૂપિયા 3.56 લાખ કરોડ જેટલા મૂલ્યની રૂપિયા 2000 ની નોટો સર્ક્યુલેરમાં હતી. તે પછી 30 નવેમ્બર 2023 સુધીમાં રૂપિયા 9760 કરોડના મૂલ્યની રૂપિયા 2000 ની નોટ પાછી આવવાની બાકી છે, તેમ આરબીઆઈએ તેના નિવેદનમાં જણાવ્યું હતું.
રૂપિયા 2000 ની બેન્ક નોટો અત્યારે પણ કાનૂની ટેન્ડર તરીકે ચાલુ છે, તેમ આરબીઆઈએ ઉમેર્યું હતું. સમગ્ર દેશમાંથી આરબીઆઈના 19 ઓફિસોમાં લોકોએ રૂપિયા 2000 ની બેન્ક નોટો જમા અથવા એક્સચેન્જ કરાવી છે. આ ઉપરાંત લોકો કોઈપણ ભારતીય પોસ્ટ ઓફિસ મારફતે પણ રૂપિયા 2000 ની બેન્ક નોટો આરબીઆઈમાં મોકલી છે. આવી નોટો ધરાવનાર જાહેર જનતા અને સંસ્થાઓને શરૂ આતમાં 30 સપ્ટેમ્બર સુધીમાં તેને બદલી આપવા અથવા બેન્ક ખાતામાં જમા કરવા માટે કહેવામાં આવ્યું હતું. ત્યાર બાદ સમયમર્યાદા સુધીમાં ઓક્ટોબર લંબાવવામાં આવી હતી.
2000 રૂપિયાની નોટો જમા કરાવવા અથવા બદલવાની છેલ્લી તારીખ પછી પણ તેને RBIની 19 ઈસ્યુ ઓફિસમાંથી બદલી શકાય છે અથવા તમારા ખાતામાં જમા કરાવી શકાય છે. તમે એક સમયે 2000 રૂપિયાની 10 નોટ બદલી શકો છો.
