પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈની સફળ યાત્રા બાદ મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈની સફળ યાત્રા બાદ મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દુબઈની સફળ યાત્રા બાદ મોડી રાત્રે સ્વદેશ પરત ફર્યા હતા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ COP-28ની વર્લ્ડ ક્લાઈમેટ સમિટમાં ભાગ લીધો હતો. પ્રધાનમંત્રીએ વર્લ્ડ ક્લાઈમેટ એકશન સમિટને સંબોધિત કરતા કહ્યું કે, જળવાયુ પરિવર્તનનો સામનો કરવા વૈશ્વિક સહયોગની ખૂબ જરૂર છે. તેઓએ કહ્યું, વિકાસશીલ દેશોને પર્યાપ્ત જળવાયુ વિત્ત ઉપલબ્ધ કરવામાં આવે. સાથે જ આ કાર્યક્રમમાં PM મોદીએ અન્ય દેશો સામે સતત વિકાસ અને G-20 અધ્યક્ષતા સમયે જળવાયુ પરિવર્તનનો સામનો કરવા ભારતની પ્રતિબદ્ધતા પર ભાર મુક્યો. આ તમામ મુદ્દા પર પ્રધાનમંત્રી મોદીએ ઉલ્લેખ કરતા કહ્યું, સામુહિક પ્રયાસ એક પૃથ્વી,એક પરિવાર, એક ભવિષ્ય પર ભારતનો દ્રષ્ટીકોણ મહત્વપૂર્ણ છે. સાથે જ પ્રધાનમંત્રીએ જળવાયુ પરિવર્તનની સમિટનું 2028માં ભારતમાં આયોજન કરવાનો પ્રસ્તાવ મુક્યો છે. સંયુક્ત આરબ અમીરાતની અધ્યક્ષતામાં 28 નવેમ્બરથી શરૂ થયેલી આ કોન્ફરન્સ 12 ડિસેમ્બર સુધી ચાલશે.
