કાશ્મીર ખીણ અને લદ્દાખના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ
Live TV
-
કાશ્મીર ખીણ અને લદ્દાખના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા શરૂ
કાશ્મીર ખીણ અને લદ્દાખના ઉચ્ચ વિસ્તારોમાં હિમવર્ષા જોવા મળી હતી. જ્યારે મેદાની વિસ્તારોમાં ભારે વરસાદ થયો હતો. આબોહવા પરિવર્તનને કારણે સમગ્ર ખીણમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. ડિસેમ્બર શરૂ થતાની સાથે જ કાશ્મીરમાં હિમવર્ષા શરૂ થઈ ગઈ છે જે હવે ફેબ્રુઆરી સુધી ચાલુ રહે છે. આ વર્ષે સપ્ટેમ્બરના અંતમાં કાશ્મીરના ઉપરના પહાડોમાં સિઝનની પ્રથમ હિમવર્ષા થઈ હતી. જો કે થોડા વિરામ બાદ ફરી હિમવર્ષા થતા પ્રવાસીઓને મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો છે. આ તરફ હવામાન વિભાગે દક્ષિણ ભારતના તમિલનાડુ, પોડુચેરી, દક્ષિણ તટીય આંધ્રપ્રદેશમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે.
