બંને ગૃહોની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી
Live TV
-
કેન્દ્ર સરકારે જણાવ્યું હતું કે, તે સોમવારથી શરૂ થઈ રહેલા સંસદના શિયાળુ સત્રમાં કોઈપણ મુદ્દા પર ચર્ચા કરવા તૈયાર છે. બંને ગૃહોની કામગીરી સુચારૂ રીતે ચાલે તે માટે સરકારે આજે નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી.
બેઠક બાદ સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું હતું કે, સરકારે બંને ગૃહોની કાર્યવાહી સુચારૂ રીતે ચલાવવા માટે તમામ પક્ષોને સહયોગની અપીલ કરી છે. તેમણે કહ્યું હતું કે, આ સત્રમાં 19 બિલ પર ચર્ચા થશે.
આ બેઠકમાં કેન્દ્રીય મંત્રી રાજનાથ સિંહ અને અર્જુન રામ મેઘવાલ, કોંગ્રેસ નેતા જયરામ રમેશ, ટીએમસી નેતા સુદીપ બદોપાધ્યાય, ભારત રાષ્ટ્ર સમિતિના નમા નાગેશ્વર રાવ, માર્ક્સવાદી કમ્યુનિસ્ટ પાર્ટીના ઈલામારામ કરીમ પણ હાજર હતા. સંસદનું શિયાળુ સત્ર 22 ડિસેમ્બર સુધી ચાલશે. 19 દિવસના આ સત્રમાં કુલ 15 બેઠકો થશે.
