મિનિમમ ગર્વમેન્ટ - મેક્સિમમ ગવર્નન્સ તરફ મોદી સરકાર
Live TV
-
દિલ્હીમાં મળેલી મોદી મંત્રીમંડળની બેઠક - માનવ અધિકાર સુધારા બિલને અપાઈ મંજૂરી, તો ભારત-UAE વચ્ચે રેલવે અને ટેકનોલોજીના ક્ષેત્ર માટેની સમજૂતીને અપાઈ લીલીઝંડી - બેઠકમાં અન્ય પણ મહત્વપૂર્ણ નિર્ણયો લેવાયા
કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં કાલે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા હતા. કેન્દ્રીય મંત્રીમંડળે પ્રતિસ્પર્ધા આયોગમાં સભ્યોની સંખ્યા ઓછી કરવાની મંજૂરી આપી દીધી છે. હવે આ આયોગમાં વર્તમાન અધ્યક્ષ અને 6 સભ્યોના બદલે, એક અધ્યક્ષ અને 3 સભ્યો રહેશે. આયોગમાં ત્રણ પદો ખાલી થતાં, મિનિમમ ગર્વમેન્ટ - મેક્સિમમ ગવર્નન્સનો ઉદ્દશ પૂરો થશે. એસપીઆઇએલના પ્રશાસનિક નિયંત્રણના હસ્તાંતરણને, આવાસ અને શહેરી બાબતોના મંત્રાલયે મંજૂરી આપી દીધી છે. જેમાં 700 કરોડની ઇક્વીટી પણ લગાડવામાં આવશે. મંત્રીમંડળે માનવ અધિકારોના સંરક્ષણ અને પ્રોત્સાહન માટે, માનવ અધિકાર સુધારા વિધેયક 2018ને મંજૂરી આપી દીધી છે. આ સુધારાથી, દેશમાં માનવ અધિકાર સંસ્થાઓને મજબૂતી મળશે.