મિશન શક્તિ ભારત માટે ગૌરવની ઘટના છે: રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ
Live TV
-
રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મિશન શક્તિ તે ભારત માટે ગૌરવની ઘટના છે. ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ પણ વિજ્ઞાનીઓને અભિનંદન આપતો એન્ટી સેટેલાઇટ મિસાઇલના સફળ પરીક્ષણને વધાવી લીધું હતું. તેમણે કહ્યું હતું કે, એક દેશ તરીકે આપણા વિજ્ઞાનીઓ પ્રતિ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ.
મિશન શક્તિને વધાવી લેતાં ચોમેરથી અભિનંદન સંદેશાઓની વર્ષા થઈ હતી. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે જણાવ્યું હતું કે, મિશન શક્તિ તે ભારત માટે ગૌરવની ઘટના છે. ઉપરાષ્ટ્રપતિ વૈકેંયા નાયડુએ પણ વિજ્ઞાનીઓને અભિનંદન આપતો એન્ટી સેટેલાઇટ મિસાઇલના સફળ પરીક્ષણને વધાવી લીધું હતું. તેમણે કહ્યું હતું કે, એક દેશ તરીકે આપણા વિજ્ઞાનીઓ પ્રતિ આપણે ગૌરવની લાગણી અનુભવીએ છીએ. લોકસભા સ્પીકર સુમિત્રા મહાજને પણ વિજ્ઞાનીઓને અભિનંદન આપ્યા હતા. કેન્દ્રીય ગૃહપ્રધાન રાજનાથસિંહે જણાવ્યું હતું કે, મિશન સફળ રહેતાં ભારતની સંરક્ષણ ક્ષમતામાં વધારો થયો છે. અન્ય રાજકીય પક્ષોના નેતાઓએ પણ વિજ્ઞાનીઓને તેમની સિધ્ધિ બદલ અભિનંદન આપ્યા હતા.
