Skip to main content
Settings Settings for Dark

મુંબઇમાં મેઘો બન્યો મુસીબત, મહાલક્ષ્મી એક્સપ્રેસમાંથી મુસાફરોનુ રેસ્ક્યુ

Live TV

X
  • ભારે વરસાદના કારણે રેલવ સેવા પ્રભાવિત થઈ છે. બદલાપુર અને વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસના ટ્રેક પર પાણી ભરાવવાના કારણે કાલ સાંજથી રોકી દેવામાં આવી છે. તમામ મુસાફરોને સુરક્ષીત બહાર કાઢવામાં આવ્યા

    મુંબઈને મેઘરાજાએ ઘમરોળી નાખ્યું છે., સતત વરસાદના કારણે મુંબઈ સહિત મહારાષ્ટ્રના અનેક વિસ્તારો જળબંબાકાર બની ગયા છે. દેશની આર્થિક રાજધાની ગણાતી મુંબઈની રફ્તાર જાણે મેઘરાજાએ થંભાવી દીધી છે. ભારે વરસાદના કારણે રેલવ સેવા પ્રભાવિત થઈ છે. બદલાપુર અને વાંગની વચ્ચે મહાલક્ષ્મી એક્સપ્રેસના ટ્રેક પર પાણી ભરાવવાના કારણે કાલ સાંજથી રોકી દેવામાં આવી છે. છેલ્લાં મળતા સમાચાર મુજબ એનડીઆરએફ, આરપીએફ અને પોલીસના સંયુક્ત પ્રયાસોના કારણે ટ્રેનમાં થી તમામ  700 મુસફરોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યાં છે. સ્થિતી હાલમાં નિયંત્રણ હેઠળ છે.પરિસ્થિતને ધ્યાને રાખતા ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદરાયે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડવીસ સાથે વાત કરી છે અને કેન્દ્ર સરકાર તરફથી સંભવ તમામ મદદ મળશે તેવું આશ્વાશન પણ આપ્યું છે. ઉલ્લેખની છે કે નૌકાદળના હેલિકોપ્ટર પણ રાહતના કામોમાં લાગેલા છે. આ સાથે હવામાન વિભાગે આજે મુંબઈમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. જેના પગલે તંત્ર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા તેમજ દરિયા કિનારે ન જવાની અપીલ કરવામાં આવી છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
apply