એન્ફોર્સમેન્ટ ડિરેક્ટો-રેટે મની લોન્ડરિંગ કેસમાં સના સતિષ બાબુની ધરપકડ
Live TV
-
બાબુની ધન શોધન નિવારણ કાયદો PMLA હેઠળ ઈડીએ શુક્વારની રાતે દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. બાબુની કસ્ટડીની માંગ માટે તેમને દિલ્હીની વિશેષ અદાલતમાં હાજર કરાઇ શકે તેવી સંભાવના છે
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટો-રેટે મની લોન્ડરિંગ કેસ મામલે મોઈન કૂરેશી સહિત અન્ય વિરૂદ્ધ ધન-શોધનની તપાસના વિષયમાં હૈદરાબાદના ઉદ્યોગપતિ સના સતિષ બાબુની ધરપકડ કરી છે. બાબુની ધન શોધન નિવારણ કાયદો PMLA હેઠળ ઈડીએ શુક્વારની રાતે દિલ્હીમાંથી ધરપકડ કરી હતી. બાબુની કસ્ટડીની માંગ માટે તેમને દિલ્હીની વિશેષ અદાલતમાં હાજર કરાઇ શકે તેવી સંભાવના છે. ઉલ્લેખનીય છે કે, સીબીઆઈના તત્કાલીન નિર્દેશક આલોક વર્મા, અને સીબીઆઈના પૂર્વ સ્પેશિયલ ડાયરેક્ટર રાકેશ અસ્થાના વચ્ચે સર્જાયેલા તણાવ દરમિયાન બાબુની ફરિયાદના આધારે જ રાકેશ અસ્થાના વિરૂદ્ધ ભ્રષ્ટાચારના આરોપ પર એફઆઈઆર દાખલ કરાઇ હતી. ઈડીએ 2017માં કુરેશી વિરૂધ્ધ ધન શોધન કાયદા હેઠળ ફોજીદારી કેસ દાખલ કર્યો હતો.
