J&Kમાં બે આતંકી ઠાર, મુન્ના લાહોરી સાથે અન્ય એક આંતકી ઠાર
Live TV
-
શોપિયાંના એક વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી સુરક્ષા દળોને મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી ઓપરેશનને અંજામ આપ્યો
જમ્મૂ-કાશ્મીરના શોપિયાંમા સુરક્ષાદળોના જવાનોએ બે આતંકવાદીઓને ઠાર કર્યા છે. જેમાંથી જૈશનો ,,પ્રમુખ પંક્તિનો ગણાતો,, મુન્ના લાહોરી સાથે અન્ય એક આંતકવાદીને ઠાર કર્યો છે. માનવામાં આવે છે કે મુન્ના લાહોરી યુવકોને આતંકવાદ ફેલાવવા માટે ઉકસાવતો હતો. નોંધનીય છે કે, આજે સવારે શોપિયાંના એક વિસ્તારમાં આતંકવાદીઓ છુપાયા હોવાની બાતમી સુરક્ષા દળોને મળી હતી. ત્યારબાદ સુરક્ષા દળોએ વિસ્તારને ઘેરી લીધો હતો. ત્યારબાદ આતંકવાદીઓ જે મકાનમાં છુપાયા હતા તેને ઘેરી લીધું હતું. અને સામ સામે અથડામણ ચાલી હતી. જેમાં બે આતંકવાદીઓને ઠાર કરવામાં સેનાના જવાનોને સફળતા મળી હતી. પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાને રાખતા આ વિસ્તારની ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે.
