મુંબઇમાં સતત બીજા દિવસે મૂશળધાર વરસાદ
Live TV
-
મુંબઈ સહિત આસ પાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદ ના પગલે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. હવામાન વિભાગે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદના ચેતવણી આપી છે
મુંબઈને ફરી એકવાર મેઘરાજાએ ઘમરોળ્યુ છે. મુંબઈ સહિત આસ પાસના વિસ્તારોમાં ખાબકેલા ભારે વરસાદ ના પગલે સમગ્ર શહેર જળબંબાકાર બની ગયું છે. હવામાન વિભાગે મુંબઈ સહિત સમગ્ર મહારાષ્ટ્રમાં આગામી 72 કલાક ભારેથી અતિભારે વરસાદના ચેતવણી આપી છે. ભારે વરસાદના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. જેના કારણે જન જીવનને માઠી અસર પડી છે. મધ્ય,પશ્ચિમ અને મુંબઈની લોકલ ટ્રેન સેવા પ્રભાવિત બની છે. તો અનેક ટ્રેન પોતાના નિયત સમય કરતા મોડી ચાલી રહી છે. પશ્ચિમ રેલવેના નાલા સોપારામાં રેલવે ટ્રેક પર 12 સેન્ટીમીટર જેટલું પાણી ભરાયું છે. લાંબા અતંરની ટ્રેનોની સેવા પણ પ્રભાવિત બની છે. તો બીજી તરફ નાગોઠાણે અને રોહા વચ્ચે ભૂસ્ખલનના કારણે કોંકણ તરફ જતી ટ્રેનોની સેવા ખોરવાઈ હતી. મુંબઈ નગર નિગમે મુંબઈવાસીઓને દરિયા કિનારે તેમજ પાણી ભરાયેલા સ્થળે ન જવાની, અપીલ કરી છે. રાજ્યના પૂણે આકોલા અને સતારા જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે. સતારામાં મંગળવારે થયેલા ભારે વરસાદ ને પગલે આજે સવારે કોયના ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે.. જેને પગલે, કાંઠા વિસ્તાર ના ગામો ને એલર્ટ કરવા માં આવ્યા છે.
