મુંબઈ અને અજમેર બ્લાસ્ટના ફરાર આતંકી ઝલીસ અંસારી ફરી ઝડપાયો
Live TV
-
મુંબઈ અને અજમેર બ્લાસ્ટના ફરાર આતંકી ઝલીસ અંસારીને ફરી એક વખત ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે.
મુંબઈ અને અજમેર બ્લાસ્ટના ફરાર આતંકી ઝલીસ અંસારીને ફરી એક વખત ઝડપી પાડવામાં પોલીસને સફળતા સાંપડી છે. ઉત્તર પ્રદેશ પોલીસે ઝલીસ અંસારીને કાનપુરથી ઝડપી પાડ્યો છે. વર્ષ 1993માં મુંબઈમાં થયેલા બ્લાસ્ટ અને અજમેરમાં થયેલા બ્લાસ્ટમાં પણ ઝલીસ અંસારીનું નામ સામે આવ્યું હતું. ઉત્તર પ્રદેશ પોલીસે પત્રકાર પરિષદમાં આ જાણકારી આપી હતી. આ આતંકી બોમ્બ બનાવવા માટેનો માસ્ટર છે અને તે અજમેરની જેલમાં કેદ હતો. 21 દિવસ પહેલાં તેને અજમેરથી પેરોલ મળી હતી અને તે મુંબઈ આવ્યો હતો. જ્યાંથી તે ફરાર થઈ ગયો હતો. પોલીસનાં જણાવ્યા અનુસાર આ આતંકવાદી નેપાળ ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો.
