મુંબઈ પોલીસની SIT વિભાગે પ્રખ્યાત ફિટનેસ ટ્રેનર સાહિલ ખાનની ધરપકડ કરી
Live TV
-
સાહિલ ખાન ખાન ધ લાયનની ઓળખ દર્શાવીને એપ સાહિલ ખાન જોડાયા હતા
મુંબઈ પોલીસ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી એપના કેસમાં કુલ 32 લોકો સામે છેતરપિંડી અને જુગારની વિવિધ કલમો હેઠળ નામ નોંધવામાં આવ્યા હતા. તો 32 ગુનાગારોમાં લોકપ્રિય અભિનેતા સાહિલ ખાનનું પણ નામ સામેલ છે.
આજરોજ મુંબઈ પોલીસની SIT ટીમની ટુકડીએ સાહિલ ખાનની ધરપકડ કરી છે. સાહિલ ખાન ખાન ધ લાયનની ઓળખ દર્શાવીને એપ સાહિલ ખાન જોડાયા હતા. જોકે આ પહેલા પણ મહાદેવ ઓનલાઈન સટ્ટાબાજી કેસમાં પૂછપરછ કરવામાં આવી હતી. પરંતુ ત્યારે તેમને છોડી મૂકવામાં આવ્યા હતા. જોકે આ વખતે સાહિલ ખાને કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો. તેમણે જામીન માટે કોર્ટમાં અરજી મૂકી હતી. પરંતુ કોર્ટે તેમને અરજીને ફગાવી નાખી છે.
જોકે સાહિલ ખાનની ધરપકડ છત્તીસગઢમાં મુંબઈ પોલીસ દ્વારા પૂછપરછ હાથ ધરવામાં આવી છે. ત્યારે તેમને ત્યાંથી મુંબઈ લાવવામાં આવી રહ્યા છે. તેઓ લોટસ બુક 24/7 નામની બેંટિંગ એપમાં ભાગીદારી ધરાવે છે. તો આ એપ મહાદેવ સટ્ટાબાજી એપનો એક ભાગ માનવામાં આવે છે. તે ઉપરાંત સાહિલ ખાન પર લાયન લુક એપના કાર્યક્રમોમાં પણ હાજરી આપી હતી, હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. તેની સાથે પ્રસિદ્ધ સેલિબ્રિટી પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા.
જોકે હાલમાં, સાહિલ ખાને ફિલ્મોમાં કામ કરવાને બદલે પોતાની એક કંપની ખોલી છે. જે ફિટનેસને લઈને ચીજ-વસ્તુઓનું વેચાણ કરે છે. તે ઉપરાંત દેશભરમાં તેની કંપનીની ચીજ-વસ્તુના પ્રચાર માટે સાહિલ ખાન વિવિધ કાર્યક્રમોનું આયોજન કરતા હોય છે. ભારત સહિત દેશભરમાં તેની ફિટનેસ પ્રોડક્ટની માગ મોટા પ્રમાણ જોવા મળે છે.