મુખ્યમંત્રીના પદેથી દેવેન્દ્ર ફડણવીસ અને નાયબ મુખ્યમંત્રીના પદેથી અજિત પવારનું રાજીનામું
Live TV
-
અમારી પાસે બહુમત નથી, અમે વિપક્ષમાં બેસીશુંઃ દેવેન્દ્ર ફડણવીસ
મહરાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક આવ્યો છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે મુખ્યમંત્રીના પદેથી રાજીનામું આપી દીધું છે. એક પત્રકાર પરિષદને સંબોધતા ફડણવીસે કહ્યુ કે, અમારી પાસે બહુમત નથી તેથી રાજીનામું આપી રહ્યા છે. દેવેન્દ્ર ફડણવીસ પહેલા અજિત પવારે નાયબ-મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપી ચૂક્યા હતા. ફડણવીસે કહ્યુ કે, અમે રાજ્યપાલને મળીને રાજીનામું સોંપીશું. દેવેન્દ્ર ફડણવીસે વધુંમાં કહ્યું કે, અમને આશા છે કે નવી સરકાર સારું કામ કરશે. અમે વિપક્ષના રૂપમાં પોતાનું કામ કરીશું. વધુમાં કહ્યું કે, શિવસેનાના નેતા લાચારીમાં સોનિયા ગાંધીની સામે નતમસ્તક થઈ રહ્યા છે. તેઓએ કહ્યું કે, ત્રણ પૈડાવાળી સરકાર ચલાવવી ઘણી મુશ્કેલ છે.શિવસેના તે વચનો લઈને જીદ પર ઉતરી હતી જે અમે ક્યારેય તેમની સામે કર્યા નહોતા.
