અયોધ્યા વિવાદ મામલે સુન્ની મધ્યસ્થ વકફ બોર્ડ રિવ્યૂ પિટિશન દાખલ નહીં કરે
Live TV
-
બોર્ડના ઘણા સભ્યો રિવ્યૂ પિટિશનના વિરોધમાં હોવાથી લેવાયો નિર્ણય
સુન્ની મધ્યસ્થ વકફ બોર્ડના અધ્યક્ષ જુફર ફારૂકીએ જણાવ્યું છે કે અયોધ્યા વિવાદ મુદ્દે બોર્ડ સુપ્રીમ કોર્ટમાં અયોધ્યા ચૂકાદા સામે રીવ્યૂ પીટીશન દાખલ નહીં કરે. બોર્ડના બહુમત સભ્યો રીવ્યુ પીટીશન ના કરવાની તરફદારી કરી રહ્યા છે. મસ્જિદ બનાવવા ન્યાયાલય દ્વારા પાંચ એકર જમીનની ફાળવણી થવાના મુદ્દે તેમણે જણાવ્યું હતું કે. જમીનનો સ્વીકાર કરવો કે નહીં તે વિષે બોર્ડના સભ્યો આગળ નિર્ણય કરશે. આ નિર્ણય શરિયતને અનુકુળ છે કે નહીં તે મુદ્દે વિચારણા થશે.
