સંસદમાં ટ્રાંસજેન્ડર સમુદાયના અધિકારો સુનિચ્છિત કરવા સંબંધી બિલ પસાર
Live TV
-
રાજ્યસભાએ ટ્રાંસજેન્ડર પર્સન રાઇટ્સ પ્રોટેક્શન બિલ 2019 પસાર કર્યું છે. આ બિલમાં ટ્રાંસજેન્ડર વ્યક્તિઓના સામાજિક, આર્થિક અને શૈક્ષણિક સશક્તિકરણ માટેની પદ્ધતિ પ્રદાન કરવાની જોગવાઈ છે. બિલમાં ટ્રાંસજેન્ડર લોકો વિરુદ્ધ ગુનાઓ આચરનારા લોકો માટે સજાની જોગવાઈ છે. બિલમાં ટ્રાંસજેન્ડર લોકોના હિતોની રક્ષા માટે રાષ્ટ્રીય પરિષદની સ્થાપનાની જોગવાઈ છે.
બીજી તરફ, મંગળવારે લોકસભામાં દિલ્હીની અનધિકૃત વસાહતોમાં રહેતા લોકોને મિલકતની માલિકી પૂરા પાડવા કાયદાકીય માળખું પૂરું પાડવાના હેતુથી એક ખરડો લોકસભામાં રજૂ કરવામાં આવ્યો હતો.
દમણ અને દીવ અને દાદરા અને નગર હવેલીને બે કેન્દ્રશાસિત પ્રદેશોને એક કેન્દ્ર શાસિત પ્રદેશમાં મર્જ કરવાની જોગવાઈનું બિલ પણ લોકસભામાં રજૂ કરાયું હતું.
