મહારાષ્ટ્ર: શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરે આવતીકાલે CM પદના શપથ લેશે
Live TV
-
રાજ્યપાલે 3 ડિસેમ્બર સુધીમાં બહુમતિ સાબિત કરવાનો સમય આપ્યો
શિવસેના, એનસીપી, કોંગ્રેસના ગઠબંધને ઉધ્ધવ ઠાકરેને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ માટે પોતાના નેતા ચૂંટી કાઢ્યા છે ત્યારબાદ ગઠબંધનના નેતાઓએ રાજ્યપાલ ભગતસિંહ કોશિયાર સાથે મુલાકાત કરીને મહાવિકાસ કગાડી સરકાર રચવાનો દાવો રજૂ કર્યો હતો. રાજ્યપાલે ગઠબંધનને 3 ડિસેમ્બર સુધીમાં બહુમતી સાબિત કરવાનો સમય આપ્યો છે. ગઠબંધનના નેતાઓએ રાજ્યપાલને 166 ધારાસભ્યોના સમર્થનવાળો પત્ર સોંપ્યો છે. ઉધ્ધવ ઠાકરે 28 નવેમ્બરે મુખ્યમંત્રી પદના શપથ લેશે.
