ઝારખંડ: રવિશંકર પ્રસાદ, CM યોગી ચૂંટણી પ્રચાર જનસભાને સંબોધશે
Live TV
-
કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ, ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, દિલ્હી ભાજપના પ્રદેશ પ્રમુખ મનોજ તિવારી આજે ઝારખંડમાં ચૂંટણી પ્રચાર કરશે અને જનસભાને સંબોધન કરશે. કેન્દ્રીયમંત્રી રવિશંકર પ્રસાદ રાંચીમાં પાર્ટીનો સંકલ્પ પત્ર જાહેર કરશે. મુખ્યમંત્રી આદિત્યનાથ ત્રણ સભાને સંબોધન કરશે. તેઓ સવારે 11 વાગે નગર ઉટારીમાં, 1 વાગે સિધ્ધનાથ નગર અને 2 વાગે મેરાનમાં સભા સંબોધશે. સાંસદ મનોજ તિવારી બપોરે 12 વાગે બરવાડીમાં, એક વાગે કાંડીમાં અને 3 વાગે તરહસીમાં ચૂંટણી સભા સંબોધશે
