અંતરિક્ષમાં સફળતા: સૌથી શક્તિશાળી મિલેટ્રી સેટેલાઈટ કાર્ટોસેટ-3 લૉન્ચ: આતંકી ગતિવિધીઓ પર સેનાની રહેશે બાજ નજર
Live TV
-
આજે સવારે ઈસરોએ સૌથી શક્તિશાળી મિલેટ્રી સેટેલાઈટ કાર્ટોસેટ-3ને લૉન્ચ કર્યો...આ સેટેલાઈટથી ભારતની અંતરિક્ષમાં પણ તાકાત વધી જશે. કાર્ટોસેટ-3થી દુશ્મન દેશો અને તેમની આતંકી ગતિવિધીયો પર ભારતીય સેના બાજ નજર રાખી શકશે. ઉપરાંત સીમા પારથી થતી ગેરકાયદે ઘૂસણખોરી રોકી શકાશે.. કાર્ટોસેટ-3 પોતાની સિરીઝનો નવમો સેટેલાઈટ છે અને તેનો કેમેરો એટલો શક્તિશાળી છે કે તે અંતરિક્ષમાં 509 કિલોમીટરની ઉંચાઈ પરથી જમીન પર 9.84 ઈંચ સુધીના સ્પષ્ટ ફોટા લઈ શકશે...એટલે કે તમારા હાથમાં પહેરેલી કાંડા ઘડિયાળનો પણ સટીક ફોટો આ સેટેલાઈટ લેશે..સંભવત: અત્યાર સુધીમાં સૌથી સટીકતાવાળા સેટેલાઈટ કેમેરાને કોઈ પણ દેશ દ્વારા લૉન્ચ કરવામાં નથી આવ્યો...કારણ કે અમેરિકાની ખાનગી સ્પેસ કંપની ડિજીટલ ગ્લોબના જીયોઆઈ-1 સેટેલાઈટ પણ 16.14 ઇંચની ઉંચાઈ સુધી ફોટા લઈ શકે છે. મહત્વનું છે કે કાર્ટોસેટ-3નું જીવનકાળ પાંચ વર્ષનું છે અને તે ત્રીજી પેઢીનો બેહદ ચુસ્ત અને ઉન્નત ઉપગ્રહ છે...ઈસરોએ PSLV C-47 રોકેટ થકી ઈમેજિંગ અને મેપિંગ ઉપગ્રહ કાર્ટોસેટ-3 સાથે અમેરિકાના 13 નેનો ઉપગ્રહનું શ્રી હરિકોટા સ્થિત સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્રના ત્રણ લોન્ચપેડથી સફળતાપૂર્વક પ્રક્ષેપણ કર્યું...આ પ્રસંગે ઈસરો ચેરમેન કે. સીવને ઈસરોના વૈજ્ઞાનિકોને શુભેચ્છા પાઠવી હતી...
