મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ભારતભરમાં પહેલ રૂપે નિર્માણ થયેલ 25 ઇન-હાઉસ સ્લીપર કોચ બસનું કર્યુ લોકાર્પણ
Live TV
-
રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારતભરમાં પહેલ રૂપે નિર્માણ થયેલ 25 ઇન-હાઉસ સ્લીપર કોચ બસનું કરાયુ લોકાર્પણ.. વિભાગ દ્વારા કરાઇ વાર્ષિક રૂ. ર૦ કરોડ જેટલી બચત
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા ભારતભરમાં પહેલ રૂપે નિર્માણ થયેલ 25 ઇન-હાઉસ સ્લીપર કોચ બસનું આજે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની ઉપસ્થિતિમાં, ગાંધીનગર સ્વર્ણિમ સંકુલ-૧માં લોકાર્પણ કર્યું. ઉલ્લેખનીય છે કે ગુજરાત એસ.ટી. નિગમ દ્વારા ૭,૧૧૭ બસ મારફતે દરરોજ ર૪ લાખ મુસાફરોને ગંતવ્ય સુધી પહોચાડવાની સેવા પૂરી પાડે છે. ગુજરાત એસ.ટી. નિગમ પાસે એશિયાનું સૌથી મોટું વર્કશોપ છે, જેમાં નિગમ દ્વારા આ વર્ષે ૧પ૦૦ સુપર એકસપ્રેસ અને ૩રપ સેમી લકઝરી બસની ચેસીસ ખરીદી, ઇન-હાઉસ બસ બોડી બનાવવાની મંજૂરી રાજ્ય સરકારે આપી છે. આથી વાર્ષિક રૂ. ર૦ કરોડ જેટલી બચત વિભાગ દ્વારા કરવામાં આવશે. આ લોકાપર્ણ પ્રસંગે વાહન વ્યવહાર મંત્રી આર. સી. ફળદુ, રાજ્યમંત્રી ઇશ્વરસિંહ પટેલ પણ ઉપસ્થિત રહ્યાં હતા.