રાષ્ટ્રમંડળ શિખર સંમેલન આજથી શરૂ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખોના સંમેલનને સંબોધિત કરશે, જ્યાં વિશ્વના 50થી વધુ દેશોના રાષ્ટ્ર પ્રમુખો ભેગા થશે. વિશ્વ જગતમાં ભારતના વધતા કદને જોતા આ મંચ પરથી ભારતની ભૂમિકાને મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. પીએમ મોદીની આ યાત્રાથી ચોગમ સાથે ભારતનો સહયોગ વધવાની આશા છે.
20 વર્ષ બાદ બ્રિટન રાષ્ટ્રમંડળ દેશોના પ્રમુખોના સંમેલનની યજમાની કરી રહ્યું છે અને દુનિયાની સામે હાલના તમામ પડકારોને જોતા આ સંમેલન ખૂબ મહત્વનું બની ગયું છે. ગુરૂવારથી શરૂ થઈ રહેલા આ સંમેલનમાં તમામ 53 દેશના સંગઠન સમક્ષ હાલના અવસરો અને પડકારો, લોકતંત્ર અને શાંતિ તથઆ સમૃદ્ધિને આગળ વધારવા વિશે પોતાના વિચારો રજૂ કરશે. જાણવા મળી રહ્યું છે કે આ બેઠકમાં 50 દેશના નેતાઓ ભાગ લઈ રહ્યાં છે.