મુસાફરોને થતી અસુવિધા દૂર કરવા માટે છ મેટ્રો એરપોર્ટ પર વોર રૂમ બનાવવામાં આવશે
Live TV
-
આગામી બે દિવસ દરમિયાન ઉત્તર ભારતના મેદાની વિસ્તારોમાં કાતિલ ઠંડીની સ્થિતિ યથાવત રહેવાની શક્યતા છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ જણાવ્યું હતું કે પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તર પ્રદેશ અને બિહારમાં તીવ્ર ઠંડીનું મોજું ફરી વળ્યું છે અને તે હજી પણ ચાલુ રહેવાની સંભાવના છે. પંજાબ, હરિયાણા અને દિલ્હીના મોટાભાગના વિસ્તારોમાં લઘુત્તમ તાપમાન 2 થી 5 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. હરિયાણાના હિસારમાં સૌથી ઓછું -લઘુત્તમ તાપમાન 1.1 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી પાંચ દિવસ દરમિયાન ઉત્તર ભારતમાં ખૂબ ગાઢ ધુમ્મસની સ્થિતિ ચાલુ રહેવાની શક્યતા છે. વધુમાં હવામાન વિભાગે કહ્યું કે આગામી પાંચ દિવસ દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને ઉત્તર મધ્ય પ્રદેશમાં રાત્રે અને સવારે થોડા કલાકો માટે ગાઢ ધુમ્મસની સ્થિતિ જોવા મળશે.
