મુસ્લિમ મહિલા વિવાહીક અધિકાર સંરક્ષણ વિધેયક આજે રાજ્યસભામાં રજૂ થશે
Live TV
-
લોકસભામાં ગુરૂવારે વિપક્ષના વોકઆઉટ વચ્ચે આ બિલને મંજૂરી અપાઈ છે. આ વિધેયકમાં જેમાં એક સાથે ત્રણવાર તલાક બોલીને તુરંત તલાક આપવાને ગેરકાયદેસર ગણવાનું તેમજ આ કાયદામાં ત્રણ વર્ષ જેલની જોગવાઈ કરવામાં આવી છે.
મુસ્લિમ મહિલા વિવાહીક અધિકાર સંરક્ષણ વિધેયક આજે રાજ્યસભામાં રજૂ થશે. લોકસભામાં ગુરૂવારે વિપક્ષના વોકઆઉટ વચ્ચે આ બિલને મંજૂરી અપાઈ છે. આ વિધેયકમાં જેમાં એક સાથે ત્રણવાર તલાક બોલીને તુરંત તલાક આપવાને ગેરકાયદેસર ગણવાનું તેમજ આ કાયદામાં ત્રણ વર્ષ જેલની જોગવાઈ કરવામાં આવી છે. કાયદામંત્રી રવિશંકર પ્રસાદ આજે આ વિધેયકને રાજ્યસભામાં રજૂ કરશે. દરમિયાન ભાજપ અને કોંગ્રેસે તેમના સભ્યોને વ્હીપ જારી કરીને રાજ્યસભામાં હાજર રહેવાનો નિર્દેશ આપ્યો છે. મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસે કહ્યું છે કે, તેઓ આ વિધેયકના વર્તમાન સ્વરૂપનો વિરોધ કરશે.
